OMS Pro by CapturoOMS Proby Capturo
ભારતના sellers માટે

બધે વેચો. અને ખબર રહે કે બચ્યું કેટલું.

Amazon, Flipkart, Meesho અને Shopify — બધા order એક જ યાદીમાં, એક જ stock આંકડો, અને દિવસના અંતે એક આંકડો જે કહે છે કે commission, shipping, જાહેરાત, return અને GST બાદ તમારા હાથમાં શું આવ્યું.

હિસાબ-કિતાબનું કોઈ જ્ઞાન જોઈતું નથી. જે file તમે પહેલેથી download કરો છો, એ જ ચઢાવો.

કોઈ card નહીં. શરૂ કરવું મફત.

  • File થી શરૂ કરો — કંઈ જોડવાની જરૂર નથી
  • દરેક GSTIN નું પોતાનું GSTR-1
  • એક જ marketplace પર ઘણાં account
અત્યારે કરી જુઓ

જેટલામાં વેચો છો એ નાખો. જુઓ કેટલું બચે છે.

ન sign-up, ન file, ન કંઈ install. મોટા ભાગના seller નફો આમ ગણે છે — વેચાણ ભાવ બાદ માલની કિંમત — અને ત્યાં જ અટકી જાય છે. એમાં commission નથી, shipping નથી, બંને પરનો GST નથી, અને દરેક return નો ખર્ચ નથી. મહિનો કામનો ગયો કે નહીં એ આ ચાર જ નક્કી કરે છે.

  • એ ચાર ખર્ચ જે ચોપડામાં નથી લખાતા
  • Return કેટલા આવે છે — એ તમે જ સારું જાણો છો
  • આ જ હિસાબ product તમારા ખરા order પર કરે છે

કેટલા પાછા આવે છે?

  • Meesho નું commission₹48
  • ખરીદનાર સુધીનું shipping₹76
  • એ fee પરનો GST₹22
  • Return, દરેક order પર વહેંચીને₹26
  • માલની ખરીદ કિંમત₹146

તમે રાખ્યા

₹81

20%

Meesho ના સામાન્ય દરે — commission, ખરીદનાર સુધીનું shipping, બંને પરનો GST, અને એક return નો ખર્ચ. તમારી category અને parcel નું વજન આ બદલે છે. OMS Pro તમારી પોતાની file વાંચીને દરેક order નો ખરો આંકડો આપે છે, આ અંદાજ નહીં.

તમારી સવાર

છ કામ, પહેલાં અને પછી

આ feature ની યાદી નથી. આ એ જ છે જે seller નવ થી અગિયાર વચ્ચે કરે છે — બે વાર લખેલું.

શું pack કરવાનું એ શોધવું

આજે

ચાર seller panel, ચાર tab, ચારેયમાં જુદો ક્રમ

OMS Pro સાથે

એક યાદી, એ જ ક્રમમાં જે ક્રમે મોકલવાનું છે

Stock

આજે

માથામાં એક આંકડો, જે oversell થયા પછી સુધરે છે

OMS Pro સાથે

દરેક SKU નો એક આંકડો. ક્યાંય એક વેચાયો, બધે ઘટ્યો

કેટલા કમાયા એ જાણવું

આજે

ચોપડામાં ભાવ બાદ ખરીદી — commission, shipping, જાહેરાત, return કંઈ નહીં

OMS Pro સાથે

જે પણ રૂપિયો હાલ્યો, જાતે ઉમેરાતો ગયો, રોજ

Parcel પાછું આવવું

આજે

વેચાણ કપાયું. Handling fee, પાછું આવવાનું ભાડું અને ગયેલો માલ — ક્યાંય નહીં

OMS Pro સાથે

ચારેય ગણાય છે, અને વેચી શકાય એવો માલ કિંમત સાથે પાછો છાજલી પર

મહિનાનું GST

આજે

ચાર file download કરીને CA ને મોકલી દેવી

OMS Pro સાથે

દરેક GSTIN નું પોતાનું GSTR-1, portal ના પોતાના JSON માં

પૈસા પૂરા મળ્યા કે નહીં

આજે

તમે તપાસ્યું જ નહીં

OMS Pro સાથે

દરેક payout એ જ order સાથે મેળવેલો, રૂપિયા સુધી

કેમ ચાલે છે

ચાર પગલાં, અને શરૂઆત આજે જ

કંઈ install નથી કરવાનું, કોઈની મંજૂરીની રાહ નથી. પહેલા ત્રણ બપોર પહેલાં પતી જાય છે.

  1. 1
    AZFKMSSPOne inbox

    તમારી દુકાન ઉમેરો

    એનું નામ અને seller panel નો supplier ID. બસ એટલું — ન મંજૂરીની રાહ, ન કંઈ install.

  2. 2
    .xlsx

    એ જ file ચઢાવો જે તમે પહેલેથી download કરો છો

    Panel નું orders export. કંઈ પણ સચવાય એ પહેલાં તમે જોઈ લો છો કે શું વંચાયું અને શું નહીં.

  3. 3
    ₹81is yours

    જુઓ ખરેખર કેટલું બચ્યું

    Commission, shipping, જાહેરાત અને return નો દરેક ખર્ચ — બાદ કરીને, રોજના હિસાબે અને દરેક order ના હિસાબે.

  4. 4
    GSTR-1 · .json24AAAAA0000A1Z5

    CA ને GST file આપી દો

    દરેક GSTIN નું એક GSTR-1, એ જ JSON માં જે portal વાંચે છે. Return એમાંથી credit note બનીને નીકળે છે.

જે અત્યારે નથી, એ પણ ચોખ્ખું

  • ચાર marketplace જોડાય છે — Amazon, Flipkart, Meesho, Shopify. પંદર બીજાં roadmap પર છે, જોડાયેલાં નથી.
  • આજે જે પૂરેપૂરું ચકાસાયેલું છે એ છે Meesho, file થી — ખરી export સામે.
  • GST return અમે તમારા વતી ભરતા નથી. JSON બનાવી આપીએ છીએ; portal પર તમે કે તમારા CA ચઢાવો છો.
  • હજી કોઈ seller એ આ પૂરું વાપર્યું નથી. જે મળશે એ અમે લખીને કહીશું.

તમારી એક file થી શરૂ કરો

એક મહિનાના order નાખો અને જુઓ કે તમે ખરેખર શું કમાયા. કંઈ file નથી થતું, ક્યાંય કંઈ મોકલાતું નથી — તમે ફક્ત તમારા જ આંકડા જુઓ છો.

English